Foreign migration from Charotar
ચરોતરમાંથી વિદેશગમન…

Issue:-3 Year:-1

Tuesday,

Jet Sud Agiyaras (Nirjada Ekadashi) Vikram Samvat 2076

Date:- 2nd June 2020

Dear Dharmajians,

Namaste

Our series of articles is named “Chalo Dharmaj” where in on every Agiyaras we try to present different topics under different subjects with the focal point of our articles being Dharmaj, as it is the functional base of Avichal Heritage Foundation and Dharohar Foundation. However, as Dharmaj is also a part of Gujarat States’ Charotar region, so the subject of Charotar would not be out of place. Just as Dharmaj is known as the Non-Resident Indian village, the whole of Charotar is known as the Non-Resident Indian region. 

Charotar is the area between the two rivers, Mahi and Meshwo which includes some part of Anand, Kheda, and Mahisagar (previously solely under the Kheda district) districts. Before India acquired freedom, the villages of Charotar were under different rulers, like the Gaikwads of Vadodara, the Nawabs of Cambay, the Babi family of Balasinor and the British rulers. In those times, the Patidars of Charotar were the first to migrate to foreign soils and Shamaldas Desai of Nadiad was the first individual to do so in the year 1850. This migration flow increased gradually.

There were various sects or groups of Patidars who migrated under the flagship of Sardar Patel Samaj Federation. More than 20 plus sects still exist in present times. These sects still carry out within their community, youngsters meets,  mass marriages and cultural educational activities. Dharmaj falls under the Charotar Cha (six) Gaam Patidar Samaj. The word ‘Dhansobhavak’ has been coined to help the new generation to easily remember the names of villages covered under Cha Gaam – Dharmaj, Nadiad, Sojitra, Bhadham, Vaso, and Karamsad. In those earlier days, few families of Sojitra settled in Savli as they were given farmland to cultivate there by the Gaikwad Sarkar, and thus those few families are also included in Cha Gaam. These Cha Gaam Patidars began migrating quite early and were later followed by other villages of Charotar. Most of those villages were under the Gaikwad rule, who was instrumental in the migration story and efforts are on to acquire more details of this history.

We had requested feedback from our readers, and we are happy to say that the response is very encouraging. Dharmajians from around the world are sending information along with rare photographs too and we thankfully acknowledge them all. Alpita Patel of Avichal Heritage Foundation is preserving our heritage by editing and saving all such detailed information under the heading of #shareyourlegacystory. We applaud her efforts too. Kindly continue to send your stories to us at info@avichal.org or submit via this link. This way we can frequently meet, exchange ideas and information on this platform.


Rajesh Patel
Dharohar Foundation
Ph. No. + 91 9426500757
Email: rajesh.patel@mydharmaj.com

Translation Credit from Gujarati to English: Milan Rambhai Patel (Dharmaj), Vallabh Vidyanagar

અંક – ૩  વર્ષ – ૧

મંગળવાર, જેઠ સુદ એકાદશી (નિર્જળા એકાદશી) સંવત ૨૦૭૬

તા. ૦૨.૦૬.૨૦૨૦

પ્રિય ધર્મજીયનો,

આપણી લેખામાળાનું નામ “ચાલો ધર્મજ” છે. જેમાં દર અગિયારસના દિવસે વિવિધ શીર્ષક હેઠળ જુદા જુદા વિષયોને આવરી લેતા લેખો આપ સમક્ષ મુક્વાનો પ્રયાસ અમો કરી છીએ. અવિચલ હેરીટેજ ફાઉન્ડેશન તથા ધરોહર ફાઉન્ડેશન આ બંને સંસ્થાનુ કાર્યક્ષેત્ર ધર્મજ ગામ હોઇ આપણી લેખમાળાના કેન્દ્ર સ્થાને ધર્મજ રહે તે સ્વાભાવિક છે. તેમ છતાં ધર્મજ ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશનો ભાગ છે એ ન્યાયે પણ ચરોતરનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય. જેમ લોકો ધર્મજને બીન નિવાસી ભારતીયોનુ ગામ ગણે છે તેમ ચરોતરને પણ બીન નિવાસી ભારતીયોનો પ્રદેશ ગણે છે.

આ ચરોતર એટલે મહી અને મેશ્વો નદીઓ વચ્ચેનો પ્રદેશ. જેમાં હાલના આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાનો કેટલોક ભાગ ગણી શકાય. જે અગાઉ બૃહદ ખેડા જિલ્લામાં સમાવિષ્ઠ હતો. આઝાદી અગાઉ આ વિસ્તારના ગામો જુદા જુદા શાસકોના તાબા હેઠળ હતા. જેમાં વડોદરાના ગાયકવાડ, ખંભાતના નવાબ, બાલાસીનોરના બાબી પરિવારો અને બ્રીટીશ સરકાર મુખ્ય હતા. તે સમયે ચરોતરના પાટીદારોએ પહેલ વહેલુ વિદેશગમન શરૂ કરેલ. જેમાં સને ૧૮૫૦માં નડિયાદના શામળદાસ દેસાઇ પ્રથમ પરદેશ ગયેલ. આ પ્રવાહ ધીમી ધારે વધતો ગયો.

તે સમયે પરદેશગમન કરનારા પાટીદારોના વિવિધ ગોળ હતા. આજે આ ગોળ પ્રથા કાલગ્રસ્ત બનતી જાય છે. તેમ છતાં સરદાર પટેલ સમાજ ફેડરેશન આણંદ ઘટકના નેજા હેઠળ જુદા જુદા ૨૦ કરતા વધુ ગોળ સભ્યો છે. આજે પણ ગોળના નેજા હેઠળ યુવા પરિચય સંમેલન તથા સમૂહ લગ્નોનુ આયોજન થાય છે. શૈક્ષણિક કાર્યો પણ થાય છે. તેથી ગોળ પ્રથા સાવ નાબુદ થઇ નથી. આ પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો ધર્મજ ગામ ચરોતર છ ગામ પાટીદાર સમાજના ગોળમાં આવે છે. છ ગામના નામ નવી પેઢી સરળતાથી યાદ રાખી શકે તે માટે ગુજરાતી શબ્દ છે “ધનસોભાવક” અર્થાત ર્મજ, ડીયાદ, સોજિત્રા, ભાદરણ, સો અને રમસદ. વધુમાં સોજિત્રાના કેટલાક પરિવારોને સાવલી ગામે જે તે સમયે ગાયકવાડ સરકારે જમીન આપેલ હોઇ તે પરિવારો સાવલી સ્થાયી થયેલ. તેમનો સમાવેશ પણ છ ગામ સમાજમાં થાય છે. આ છ ગામના પાટીદારોએ વિદેશગમનની શરૂઆત ઘણી વહેલી કરી હતી. ચરોતરના અન્ય ગોળના ગામોએ પણ સમયાંતરે વિદેશની વાટ પકડી હતી. જે પૈકી મોટા ભાગના ગામો ગાયકવાડ શાસન હેઠળ હતા. જેની અધિકૃત વિગતો મેળવવાના પ્રયાસો ચાલુ છે.         

બીજુ આ લેખમાળા સાથે વાંચકોને પ્રતિભાવ મોક્લવા અનુરોધ કરેલ. તેને ખુબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ધર્મજીયનો દુર્લભ તસ્વીરો સાથે માહિતી મોકલી રહ્યા છે. તેમને સાભાર બીરદાવીએ છીએ. અવિચલ હેરીટેજ ફાઉન્ડેશનના સુશ્રી અલ્પિતા પટેલ “શેરીંગ યોર લેગસી સ્ટોરી” શીર્ષક હેઠળ આ બધી વિગતોનુ સંકલન સાધી આપણા વારસાનુ જતન કરી રહ્યા છે. તેમને પણ અભિનંદન. આ મંચ ઉપર અવાર નવાર મળતા રહીએ, માહિતીનુ આદાનપ્રદાન કરતા રહીએ એ જ અપેક્ષા.

રાજેશ પટેલ – ધરોહર ફાઉન્ડેશન, ધર્મજ

Ph. No. + 91 9426500757

Email: rajesh.patel@mydharmaj.com

If you wish to share a story about your life at Dharmaj, click the button below to begin a conversation.
SHARE YOUR STORY

Our Warriors
આપણા યોધ્ધાઓ

[vc_row content_placement="top"][vc_column width="1/2"][vc_tta_tabs shape="square" color="peacoc" active_section="1"][vc_tta_section title="English" tab_id="1588434264277-af86fd49-60a4"][vc_column_text]Issue:- 8, Year:-1...

Traditions of Shravan
શ્રાવણની પરંપરાઓ

[vc_row content_placement="top"][vc_column width="1/2"][vc_tta_tabs shape="square" color="peacoc" active_section="1"][vc_tta_section title="English" tab_id="1588434264277-af86fd49-60a4"][vc_column_text]Issue:- 7, Year:-1...