Role of Gaekwad Rule
વિદેશગમનમાં ગાયકવાડ રાજ્યની ભૂમિકા…

Issue:-4 Year:-1

Thursday,

Jet Sud Agiyaras (Nirjada Ekadashi) Vikram Samvat 2076

Date:- 18th June 2020

Dear Dharmajians,

Namaste

Today we will talk about the role of the rulers of the Gaekwad family of Baroda in the process of migration from Charotar & Dharmaj in the late 1800s – mid 1900s. To obtain authentic information, Alpita Patel of Avichal Heritage Foundation had requested Shrimanth Jeetendrasingh Gaekwad, a descendant of the Gaekwad family and Heritage Ambassador, crusader & revivalist, for a video interview to share his knowledge of this topic.

Maharaja Sayajirao Gaekwad III (1863-1939, born Shrimant Gopalrao, reigned 1875-1939), along with his two brothers, Shrimant Anandrao (1857-1917) and Shrimant Sampatrao (1865-1934) had paid a visit to Dharmaj in the year 1910. We request you to watch the attached video interview showing you some historic facts. From the late 1800s, the, people from Charotar went specially to England for higher studies and to encourage them, Maharaja Sayajirao Gaekwad III had started “Vadodara Rajya Yuvak Parogani Shikshan Yojna”. As per the agreement he signed with the British Rule, whomever went to the Universities of England for higher studies on a scholarship, automatically received citizenship of England. Thanks to this, our people had access to enter 47 commonwealth countries without any visas. One such foresighted step was taken by the last king of this family, Maharaja Pratapsinhrao Gaekwad (1908-1968, grandson of Maharaja Sayajirao, reigned 1939-1951). Prior to the first Lok Sabha elections in India in the year 1952, there were more than 24000 families whose citizenship files for England were under preview and this department was under King George VI. All these files were approved thanks to the cordial relations prevailing between King George VI and Maharaja Pratapsinhrao. Majority of the people approved were Patels, Desai, Amin, Vaishnav, Vaniks, followers of Swaminarayan Sect, Parsis and Maharastrians out of which many went to Africa and Fiji as they found better economic opportunities there.

Other information is provided in the interview. We thank Shrimant Jeetendrasingh Gaekwad for providing valuable information and giving his invaluable time for his interview. We also thank Bhavinbhai Soni of StudioAshoka for the videography.


Rajesh Patel
Dharohar Foundation
Ph. No. + 91 9426500757
Email: rajesh.patel@mydharmaj.com

Translation Credit from Gujarati to English: Milan Rambhai Patel (Dharmaj), Vallabh Vidyanagar

અંક – ૪ વર્ષ – ૧

બુધવાર જેઠ વદ (યોગિની એકાદશી) સંવત ૨૦૭૬

તા. ૧૭મી જુન ૨૦૨૦

પ્રિય ધર્મજીયનો,

ચરોતર પ્રદેશ અને ધર્મજ ગામમાંથી થયેલ વિદેશગમનના શરૂઆતી વર્ષોમાં તત્કાલીન શાસક ગાયકવાડ પરિવારની ભુમિકાની આજે વાત કરીશું. વિષયની સચોટ માહિતી મળે તે હેતુથી અવિચલ હેરીટેજ ફાઉન્ડેશનના સુશ્રી અલ્પિતા પટેલે ગાયકવાડ પરિવારના શ્રીમંત જિતેન્દ્રસિંહ ગાયકવાડને વિનંતી કરેલ. તેના અનુસંધાનમાં આગોતરી તૈયારી કરીને તેઓશ્રીનો વિડીયો ઇન્ટરવ્યુ લેવામાં આવેલ. ઐતિહાસિક તથ્યો દર્શાવતા આ ઇન્ટરવ્યુની વીડીયો ક્લિપ આજના લેખ સાથે જોડેલ છે. તે જોવા માટે ખાસ વિનંતી.

તે સમયે ચરોતરના લોકો ખાસ કરીને ઇગ્લેંડ મુકામે ઉચ્ચ અભ્યાસ અર્થે જતા. તેમને પ્રોત્સાહન આપવા તત્કાલીન રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે (૧૮૬૩-૧૯૩૯, શ્રીમંત ગોપાલરાવ), “વડોદરા રાજ્ય યુવક પુરોગામી શિક્ષણ યોજના” શરૂ કરેલ. તેમણે બ્રીટીશ સરકાર સાથે કરાર કરેલ તે મુજબ વડોદરા રાજ્યની ઉપરોક્ત યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ મેળવી ઇગ્લેંડના વિશ્વ વિદ્યાલયોમાં અભ્યાસ પુર્ણ કરે તેમને આપોઆપ બ્રીટીશ નાગરીકત્વ મળી જાય. તેના કારણે તે જમાનામાં તેઓને બ્રીટીશ કોમનવેલ્થના ૪૭ દેશોમાં વીઝા વગર પ્રવેશ કરવાનો પાસપોર્ટ મળી જતો. આવુ જ દુરંદેશીભર્યુ એક પગલુ આ પરિવારના છેલ્લા રાજવી મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડે (૧9૦૮-૧૯૬૮, મહારાજા સયાજીરાવના પૌત્ર) ભરેલ. સને ૧૯૫૨માં ભારતમાં લોક્સભાની પ્રથમ ચૂંટણી યોજાઇ. તે પહેલા ગયાક્વાડ શાસન હેઠળના ગામોના ૨૪,૦૦૦ કરતાં વધુ પરિવારોની ફાઇલો બ્રીટીશ સરકારમાં નાગરીક્ત્વ માટે વિચારાધીન હતી. તે સમયે બ્રીટીશ સરકાર તરફ્થી આ વિભાગ કીંગ જ્યોર્જ છઠ્ઠા સંભાળતા હતા. શ્રીમંત પ્રતાપસિંહના તેમની સાથેના સંબંધો ઘનિષ્ઠ હોવાના કારણે સને ૧૯૫૧માં એક સાથે આ તમામ પરિવારોની ફાઇલો મંજુર કરી દેવામાં આવેલ. જેમાં મોટાભાગે પટેલ, દેસાઇ, અમીન, વૈષ્ણવ વણીકો, સ્વામીનારાયણ સત્સંગીઓ, પારસી અને મહારાષ્ટ્રીયન લોકો હતા. જેમાંથી ઘણા વધુ સારી આવક અને તકો જણાતા આફ્રિકન દેશો અને ફીજી તરફ વળ્યા હતા.

અન્ય માહિતી વીડીયો ઇન્ટરવ્યુમાં આપવામાં આવેલ છે. ઉપરોક્ત તમામ વિગતો તથા ઇન્ટરવ્યુ માટે સમય આપવા બદલ શ્રીમંત જિતેન્દ્રસિંહ ગાયકવાડનો વિશેષ આભાર માનવો જ રહ્યો. વીડીયોગ્રાફી કરવા બદલ શ્રી ભાવિનભાઇ સોનીનો પણ આભાર.

રાજેશ પટેલ – ધરોહર ફાઉન્ડેશન, ધર્મજ

Ph. No. + 91 9426500757

Email: rajesh.patel@mydharmaj.com

Sources: Wikipedia, History of Baroda sites

If you wish to share a story about your life at Dharmaj, click the button below to begin a conversation.
SHARE YOUR STORY

Our Warriors
આપણા યોધ્ધાઓ

[vc_row content_placement="top"][vc_column width="1/2"][vc_tta_tabs shape="square" color="peacoc" active_section="1"][vc_tta_section title="English" tab_id="1588434264277-af86fd49-60a4"][vc_column_text]Issue:- 8, Year:-1...

Traditions of Shravan
શ્રાવણની પરંપરાઓ

[vc_row content_placement="top"][vc_column width="1/2"][vc_tta_tabs shape="square" color="peacoc" active_section="1"][vc_tta_section title="English" tab_id="1588434264277-af86fd49-60a4"][vc_column_text]Issue:- 7, Year:-1...