Our Warriors
આપણા યોધ્ધાઓ

Issue:- 8, Year:-1

Saturday, Shravan Vad Agiyaras (Aja Ekadashi), Vikram Samvat 2076

Date:- 15th August 2020

 

Dear Dharmajians,

 

During this corona pandemic, as soon as you hear the word “warrior”, the first thought that comes to mind is “Corona Warriors”. We mostly knew two types of warriors – 1) The ones who martyred themselves for the cause of our countries independence and 2) The brave hearts who lay their lives to protect our country’s borders. The Corona epidemic introduced us to the third type of warriors – the people who work every day risking their lives to treat, protect and save others.

 

August stands for the month of revolution in the history of India. Our country gained freedom from the slavery of the British Rule on 15th August 1947. People call this day the birthday of India, however, India and it’s culture has been mentioned in our Ved and Puranas which is centuries old and thus we have existed since eternity. India’s culture is known to be the oldest in the world. It was ruled by different oppressive rulers at different times. However, we were able to preserve our identity and culture. Furthermore, we Indians kept spreading the fragrance of our culture wherever we settled around the world. The fight to gain freedom from our last rulers, the British, went on for generations. Innumerable people laid down their lives and others went through lifelong suffering. In this issue, we are focusing on Dharmaj and the freedom struggle. We would like to talk about some of our warriors who made Dharmaj proud by participating in the fight for freedom.

 

The first name that comes to mind when we talk about the freedom struggle and Dharmaj, is of Shahidveer (Martyr) Ramanbhai of Dharmaj. In 1942, the freedom struggle was at its peak. On 8th August 1942, Mahatma Gandhi coined the “Quit India” slogan and gave the ultimatum to the British to leave India. In those days, long distance communication was quite inadequate, but the uprising and the passion was quite evident. Within days, the news spread throughout the country. Ramanbhai Purshottambhai Patel of our village, who belonged to the Otamdas family (Dada no Chowk), was running a grain store with his brother, Chimanbhai, near Jubilee Baug in Vadodara. Ramanbhai and some youngsters, who were active in the freedom struggle, reached Anand in the early morning of 18th August 1942 with the Quit India Movement pamphlets. They were distributing the pamphlets among the public when, suddenly, the British police showed up and chased them. Somehow, they eluded them and managed to reach Adas Railway Station near Anand and began distributing pamphlets. They were, once again, confronted by another police squadron. The cruel police shot five unarmed youngsters in the chest near Adas Railway Station. While shouting the freedom slogans, all five became martyrs for the cause. When Ramanbhai’s father received the news in Dharmaj, he was busy constructing the pillars of their new home. On the other hand, his passionate young son, lay down is life to build a free country. Shahidveer Ramanbhai’s body was brought back to Dharmaj and a procession was taken throughout Dharmaj with due respect. His monument was erected at the V.N. Vyayam Mandir, where even today, Shahid Din is celebrated every 18th August. When Ramanbhai had last left Vadodara, he had told his brother that he was going to join the freedom struggle and was not sure of his return. If something undue happened to him, then he should take care of his one-year old son, Harshad. Harshadbhai, who lost his father at the tender age of one, too is not alive today. He is survived by his wife and two daughters.

 

Similarly, another freedom fighter was Chanchalben Vallavbhai Patel, daughter of Bechardas Bhuvanwala family in Dharmaj. She was married at the young age of 13 and went to South Africa but was widowed at the age of 17. So, she came back to India and joined the freedom struggle. She was active with the father of the nation, Gandhiji’s wife, Kasturba and went to jail too. These two warriors were felicitated with Dharmaj Ratna Award (Posthumous) and Dharmaj Gaurav Award by the Dharmaj Day Celebration Committee. There were many more such people. Today, we enjoy the fruits of democracy in free India. For that, we bow down to all those warriors who sacrificed their lives for our better future.

 

Mahatma Gandhi, who played a pivotal role in the fight for freedom of India, had started the ideology from his experience in South Africa. Many elders of Dharmaj were acquainted with him, and a few even worked with him. There were many others from the Charotar region and beyond who joined in this freedom struggle. If the readers have any details or photographs of people in their family and their role in this struggle, we invite you to kindly share these important memories on info@avichal.org or via our social media channels on facebook or Instagram (@avichalheritagefoundation), so that the new generation can learn about it.

Vande Mataram.

 


Rajesh Patel
Dharohar Foundation
Ph. No. + 91 9426500757
Email: rajesh.patel@mydharmaj.com

Translation Credit from Gujarati to English: Milan Rambhai Patel (Dharmaj), Vallabh Vidyanagar

Cover Image: Poster from 1940s located

અંક – ૮ વર્ષ – ૧

શનિવાર શ્રાવણ વદ એકાદશી સંવત ૨૦૭૬ (અજા એકાદશી)

તા. ૧૫મી ઑગસ્ટ ૨૦૨૦

પ્રિય ધર્મજીયનો,

કોરોના સંક્રમણકાળ ચાલી રહ્યો છે તેથી યોધ્ધા શબ્દ કાને પડતાં જ મનમાં કોરોના યોધ્ધાનો વિચાર આવે. આપણે મોટાભાગે બે પ્રકારના યોધ્ધાઓને જાણતા હતા. પહેલાં તો દેશની સ્વતંત્ર્યતા કાજે શહિદી વહોરનારા અને બીજા આઝાદ ભારતના સીમાડા સાચવવા જાન ન્યોછાવર કરતા જાબાંઝ સૈનિકો. કોરોના મહામારીએ દેશની આંતરીક વ્યવસ્થાઓમાં જીવના જોખમે કામ કરી રહેલા ત્રીજા પ્રકારના યોધ્ધાઓનો પરિચય કરાવ્યો.

ભારતના ઇતિહાસમાં ઑગસ્ટ એટલે ક્રાંતિનો મહિનો. ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના રોજ આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો. લોકો આ દિવસને ભારતનો જન્મ દિવસ માને છે. પરંતુ ભારત અને ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ તો વેદ અને પુરાણોમાં સદીઓથી થયો છે. ૧૫મી ઑગસ્ટે આપણે આઝાદ થયા તે વાત સાચી પણ આપણુ અસ્તીત્વ તો સનાતન કાળથી જ છે. વિશ્વની સૌથી પુરાતન સંસ્કૃતિ આપણા ભારતની ગણાય છે. જેની ઉપર સમયે સમયે અલગ અલગ શાસકોને દમન સાથે રાજ કર્યુ. તેમ છતાં આપણી અસ્મિતા અને ઓળખ આપણે જાળવી શક્યા છે. તેથી આગળ વધીને વાત કરીએ તો આપણે ભારતીયો વિશ્વમાં જ્યાં જ્યાં વસ્યા ત્યાં ત્યાં આપણી સંસ્કૃતિની સુવાસ ફેલાવતા ગયા છીએ. આ દેશના છેલ્લા વિદેશી શાસકો એટલે કે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મેળવવા માટે પેઢીઓ સુધી લડતો ચાલી. અસંખ્ય લોકોએ જીવની આહુતી આપી અને આજીવન યાતનાઓ વેઠી. આ લેખમાળામાં ધર્મજને કેન્દ્રસ્થાને રાખીને વિષયો રજુ કરીએ છીએ. ત્યારે આજે વાત કરવી છે દેશની આઝાદીની લડતમાં ધર્મજ ગામને ગૌરવ અપાવનાર આપણા યોધ્ધાઓની.

આઝાદીની લડતની વાત આવે એટલે ધર્મજમાં સૌથી પહેલુ નામ હોઠે આવે શહીદવીર રમણભાઇ. સને ૧૯૪૨ની વાત છે. દેશમાં આઝાદીની લડાઇ ચરમ સીમાએ હતી. તા. ૮મી ઑગસ્ટ ૧૯૪૨ના રોજ મહાત્મા ગાંધીએ “હિંદ છોડો” નારો આપી અંગ્રેજોને ભારત છોડવાનુ આખરીનામું આપી દીધુ. ત્યારે દુર સંચાર અને સંદેશા વ્યવહારના ખુબ ટાંચા હતા પણ લોકજુવાળ અને જુસ્સો ખુબ ઉંચો હતો. ગણતરીના દિવસોમાં જ સમાચાર આખા દેશમાં પહોંચી ગયા. આપણા ગામના ઓતમદાસના કુંટુંબ(દાદાનો ચોક)ના રમણભાઇ પરસોત્તમભાઇ પટેલ વડોદરા ખાતે તેમના ભાઇ ચીમનભાઇ સાથે જ્યુબીલી બાગ પાસે કરિયાણાની દુકાન ચલાવતા હતા. આઝાદીની ચળવળમાં સક્રીય એવા રમણભાઇ અને કેટલાક યુવાનો તા. ૧૮મી ઑગસ્ટ ૧૯૪૨ના રોજ વહેલી સવારે “હિંદ છોડો” ચળવળની પત્રિકાઓ લઇ આણંદ પહોંચી ગયા. તેનુ વિતરણ લોકોમાં કરતા ત્યાં તો તત્કાલીન બ્રીટીશ હકુમતની પોલીસ પાછળ પડી. જેમ તેમ કરીને આણંદ પાસેના અડાસ રેલ્વે સ્ટેશને પહોંચી પત્રિકા વિતરણ કરવાનુ શરૂ કર્યુ. અહીં પણ પોલીસની બીજી ટુકડીએ તેમને પડકાર્યા. નિર્દય પોલીસે અડાસ સ્ટેશન પાસે જ નિ:શસ્ત્ર પાંચ યુવાનોને છાતીમાં ગોળીઓ ધરબી દીધી. આઝાદીના નારા બોલતા બોલાતા પાંચે જણાએ દેશ કાજે શહીદી વહોરી. ધર્મજ સ્થિત તેમના પિતાને ખબર મળી ત્યારે તેઓ નવા મકાનના પાયાનુ ચણતર કામ કરાવતા હતા. બીજી બાજુ તેમનો જુવાન જોધ દીકરો જ દેશની આઝાદીની નવી બનનાર ઇમારતની ઇંટ બનીને પાયામાં ધરબાઇ ગયો. શહીદવીર રમણભાઇના પાર્થીવ દેહને ધર્મજ લાવી પુરા માન સન્માન સાથે ગામમાં શહીદયાત્રા કાઢવામાં આવી. વ. ન. વ્યાયામ મંદિર ખાતે તેમનુ સ્મારક બનાવવામાં આવ્યું. જ્યાં આજે પણ દર વર્ષે ૧૮મી ઑગસ્ટના રોજ શહીદ દીનની ઉજવણી થાય છે. સ્વ. રમણભાઇ છેલ્લે જ્યારે વડોદરાથી નીકળ્યા ત્યારે તેમના ભાઇને કહેતા ગયેલ કે હું ચળવળના કામે જાઉં છું તેથી પાછા આવવાનુ ઠેકાણુ નહીં. મને કંઇક થઇ જાય તો મારા એક વર્ષના દીકરા હર્ષદનુ ધ્યાન રાખજે. માત્ર એક વર્ષની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવનાર હર્ષદભાઇ પણ હવે તો હયાત નથી. હર્ષદભાઇની પત્ની અને બે દીકરીઓ હયાત છે. તેવુ જ એક બીજુ વ્યક્તિત્વ એટલે ગામના દીકરી બેચરદાસ ભુવનવાળા  સ્વાતંત્ર્ય સેનાની ચંચળબેન વલ્લવભાઇ પટેલ. માત્ર ૧૩ વર્ષની ઉંમરે લગ્ન કરી આફ્રિકા ગયા. ૧૭ વર્ષની ઉંમરે વિધવા થયા એટલે પરત સ્વદેશ આવી આઝાદીની લડતમાં જોડાયા. રાષ્ટ્રપિતા ગાંધીજીના પત્ની કસ્તુરબા સાથે સક્રીય રહી જેલવાસ પણ ભોગવેલ. ધર્મજ ડે ઉજવણી સમિતિ દ્વારા આ બંને યોધ્ધાઓને ધર્મજ રત્ન(મરણોત્તર) તથા ધર્મજ ગૌરવ એવોર્ડ એનાયત કરી સન્માન પણ કરવામાં આવેલ છે. જેના બલિદાનો થકી આપણે સ્વતંત્ર ભારતમાં લોકશાહી ભોગવી રહ્યાંછીએ તેવા આ તમામ યોધ્ધાઓને આજના દીને શત શત વંદન.

આપણા દેશની આઝાદી માટેની લડાઇમાં જેમની મુખ્ય ભુમિકા રહી છે તેવા મહાત્મા ગાંધીએ લડતની શરૂઆત તો દક્ષિણ આફ્રીકાથી કરેલ હતી. ધર્મજના કેટલાક વડીલો ત્યારે તેમના સંપર્કમાં પણ આવ્યા હતા. આ સિવાય અન્ય ઘણા લોકોએ આ ચળવળમાં પુરી દેશદાઝ સાથે લડતમાં ઝંપલાવેલ. આ અંગે વાંચકો પાસે કોઇ વિગત કે દુર્લભ તસ્વીરો હોય તો info@avichal.org ઉપર મોકલવા વિનંતી. જેથી નવી પેઢીને પણ જાણકારી મળે.

વંદે માતરમ.

 

રાજેશ પટેલ – ધરોહર ફાઉન્ડેશન, ધર્મજ

Ph. No. + 91 9426500757

Email: rajesh.patel@mydharmaj.com

If you wish to share a story about your life at Dharmaj, click the button below to begin a conversation.
SHARE YOUR STORY

Returns on Investment (ROI)
રોકાણનું વળતર

[vc_row content_placement="top"][vc_column width="1/2"][vc_tta_tabs shape="square" color="peacoc" active_section="1"][vc_tta_section title="English" tab_id="1588434264277-af86fd49-60a4"][vc_column_text]Issue:- 6, Year:-1...