Returns on Investment (ROI)
રોકાણનું વળતર
Issue:- 6, Year:-1
Thursday, Ashaad Vad Agyaras (Kamika Ekadashi) Vikram Samvat 2076
Date:- 16th July 2020
Dear Dharmajians,
Namaste
As a Gujarati, when we speak about investment and returns on it, our minds think of business and race to understand the numbers involved. Of course, there is nothing wrong with that. By birth, we are a breed of traders and entrepreneurs, and as Patidars, we have this adventurous trait in our blood. Once, these people used to grow wealth through farming practices, but today they find themselves in all parts of the world leading in various fields. Their children have not only started studying in the best universities of the world but are also excelling in them.
Any investment made is carefully reviewed to understand their return. Along with this business acumen, these large hearted Patidars also believe in social service, and thus at times, economists fail to understand their return on investment strategies. In this article, I want to talk about three types of investments and their returns, keeping in mind the traits of Patidars.
1. Return on Commercial / Business Investments
Generally, when we invest a rupee in business, it should total a rupee and twenty-five paise after a full year. This is a simple rule about business investments, and it’s returns. We do “Chopda Pujan” on Diwali and we write the names of Gods and Goddesses on the first page of the new account books with a wooden pen dipped in ink. The first thing we write is “Shree Sava” meaning “Shree One Quarter”. The purpose behind writing this is that we pray to God that the money invested this year totals to one and a quarter by the end of the year.
2. Return on Social Services Investment
Economists have failed to understand this theory of returns on investment. Many schools, colleges, hospitals and other charitable institutions are run in Dharmaj and adjoining villages by the funds donated by our community members around the world. It is the investment of many such large-hearted donors which makes it possible to run such establishments and charitable institutions. The diaspora communities in other countries started this way and now have similar projects too, for example Dhasol in UK . There is no desire of monetary gains from such social services investments. What they receive in return is a sense of gratitude or personal satisfaction. In Hindi, there is a saying “Tera Tujko Arpan” – a principal of “paying it back to society” that supported them to succeed. There is no expectation of personal gain, but simply to invest to help where they can. Carrying out “Seva” projects through the C.S.R. funds of the profit-making companies is a recent trend. However, our community leaders and members have carried this principal of donation for many generations.
3. Return on Heritage or Legacy Preservation
Of late, one can find this type of investment made on individual basis, like the maintenance and resurrection of ancestral property. The new generation is developing an awareness of taking care of their forefather’s belongings. The greater the awareness, the more we can retain. We are trying to bring about conceptual changes on many such aspects through these articles. For instance, Dharohar Foundation is providing a platform like the annual “Dharmaj Day” for the last 14 years to bring together all Dharmajians spread throughout the world so that the young and older generations remain connected with each other and with their village.
Similarly, Avichal Heritage Foundation would like to restore and preserve the original nature of the homes in Dharmaj and attract tourists from around the world to Dharmaj to experience a “Heritage Home Stay” and the rich cultural history the town offers. This kind of investment will bring economic development to the present generation and impact future generations in the form of preserving cultural history as well as additional job opportunities. It will be the duty of the present generation to uphold the values and culture of our ancestors and pass it on to the coming or future generations.
Two of the three above mentioned investments are in practice. Dharmajians have earned name and fame using their intelligence and spirit of adventure and have also provided various service orientated projects in their hometown, the list of which is too long. To name a few, 100 years ago, they had set up a High School, then a “Vyamshala” (gymnasium), a library and 42 years ago an English medium school, all of which were quite ahead of their times. All these facilities are made available to everyone irrespective of caste and creed, which is a great example of social equality. Students of these institutions are proving their mettle throughout the world today. On Dharmaj Day, people not only meet each other, but also learn about inspiring personalities like Dr. H. M. Patel and others from various fields, as they are awarded and felicitated by conferring “Dharmaj Ratna” and “Dharmaj Gaurav” Awards. Therefore, from today, let us collectively start thinking about this third type of investment. It is our responsibility to see that we maintain and protect our values and heritage by bringing the old and the new generations together. Avichal Heritage Foundation has made a beginning in that direction. Your support in this initiative is greatly appreciated. Your queries and suggestions are most welcome. Please send them through info@avichal.org or consider making a pledge via this link.
Rajesh Patel
Dharohar Foundation
Ph. No. + 91 9426500757
Email: rajesh.patel@mydharmaj.com
Translation Credit from Gujarati to English: Milan Rambhai Patel (Dharmaj), Vallabh Vidyanagar
અંક – ૬ વર્ષ – ૧
ગુરૂવાર અષાઢ વદ એકાદશી સંવત ૨૦૭૬ (કામિકા અગિયારસ)
તા. ૧૬મી જુલાઈ ૨૦૨૦
પ્રિય ધર્મજીયનો,
એક ગુજરાતી તરીકે રોકાણ અને વળતરની વાત આવે એટલે આપણા મનમાં તરત જ ધંધાકીય ગણતરીઓના ઘોડા દોડતા થઇ જાય. તેમાં કશું ખોટુ પણ નથી. કારણ કે આપણે જન્મજાત વહેપારી વૃત્તિના લોકો છીએ. તેમાં પણ પાટીદારોમાં તો સાહસિકતા વારસગત ઉતરી આવે છે. એક સમયે ધરતી ફાડીને ધાન પેદા કરતા આ લોકો આજે તો દુનિયાભરમાં અનેક ક્ષેત્રોમાં આગળ વધી ગયા છે. તેમના સંતાનો વિશ્વની શ્રેષ્ઠત્તમ સંસ્થાઓમાં ભણીને અવ્વલ નંબર લાવતા થયા છે. આ નીવડેલા અને નિપુણ લોકો કોઇ પણ રોકાણ કરે ત્યારે તેની સામે મળતા વળતરની ગણતરી ચોક્કસ કરે. તેમ છતાં આ ઉદાર દીલ પાટીદારોમાં વેપારીવૃત્તિ સાથે પરમાર્થનો ભાવ પણ ભારોભાર ભરેલો છે. તેથી રોકાણ સામે મળતા વળતરની તેમની ગણતરી ક્યારેક અર્થશાસ્ત્રીઓના ભેજામાં ઉતરતી નથી. આ લેખમાં પાટીદારોના લક્ષણ પ્રમાણે સંભવિત ત્રણ પ્રકારના રોકાણો અને વળતરની વાત કરવી છે.
(૧) ધંધાકીય રોકાણ દ્વારા મળતુ વળતર:
સામાન્યત: આપણે ધંધામાં રૂપિયો રોકીએ એટલે તે એક વર્ષમાં સવા રૂપિયો થવો જોઇએ. આ વાત થઇ ધંધાકીય રોકાણ અને વળતરની. આપણે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરીએ છીએ. ત્યારે નવા ચોપડાના પહેલા પાન ઉપર કેટલાક દેવ તથા દેવીઓના નામ લાકડાના કિત્તાને કંકુમાં બોળીને લખીએ છીએ. તેમાં સૌથી પહેલાં શ્રી સવા લખીએ છીએ. તેની પાછળનો આશય અમારા રોકાયેલા નાણાં આવતા હિસાબી વર્ષમાં સવા ગણા થાય તેવી ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ.
(૨) સમાજસેવાના રૂપમાં મળતુ વળતર:
આ રોકાણ અને વળતરની ગણતરી અર્થશાસ્ત્રીઓને મગજમાં બેસતી નથી. આપણા ગામ ધર્મજથી લઇ ઘણા ગામોમાં દાતાઓના દાનથી શાળા, કોલેજો, દવાખાના તથા અન્ય સેવાકીય પ્રકલ્પો ચાલતા હોય છે. આ તમામ સેવાઓ પાછળ ઉદારદીલ દાતાઓના દાન સ્વરૂપે મળતા ધનનુ રોકાણ હોય છે. આજ રીતે વિદેશોમાં વસેલાં ધર્મજીયનોએ પણ જ્યાં વસ્યાં ત્યાં સેવાકીય કાર્યો શરૂ કરેલ છે. ઉદાહરણ સ્વરૂપે ધર્મજ સોસાયટી ઑફ લંડન યુ. કે. (Dhasol U.K.) તેની સામે તેમને કંઇ જ પાછુ મેળવવાની ખેવના હોતી નથી. તેમને વળતર સ્વરૂપે મળે છે આત્મસંતોષ. આ લોકો સમાજને “તેરા તુજકો અર્પણ” એ ભાવ સાથે દાનની ગંગા વહેતી રાખે છે. તેની સામે કોઇ જ આર્થીક લાભની લાલસા લેશમાત્ર હોતી નથી. તેમના પરિવારજનો પણ ક્યારેય આવી સંસ્થાના લાભાર્થી નથી હોતા. રોકાણનુ વળતર માત્ર પોતાને મળતો સંતોષ જ હોય છે. આપણે ત્યાં નફો કરતી કંપનીઓ પાસેથી સી. એસ. આર. ફંડ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની પ્રથા છેલ્લા કેટલાક વર્ષોથી પ્રચલિત થઇ છે. જ્યારે આપણે ત્યાં સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા દાન આપવાની પ્રથા તો પેઢીઓથી ચાલી આવી છે.
(૩) વારસાની જાળવણી માટેના રોકાણો દ્વારા મળતુ વળતર:
હાલ આ પ્રકારનુ રોકાણ વ્યક્તિગત રીતે વધારે જોવા મળે છે. જેમ કે બાપદાદાની ખખડધજ થઇ ગયેલ મિલ્કતોની જાળવણી થાય છે. તેમની જુની વસ્તુઓ સાચવવાની સમજ પણ યુવા પેઢીમાં આવતી જાય છે. તેમાં સામુહિકતાનો ભાવ ભળે તો વધુ સારૂ કામ થાય. આ લેખમાળાના માધ્યમથી આવી ઘણી બાબતો પરત્વે વૈચારીક આંદોલનો જગાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઉદાહરણ સ્વરૂપે ધરોહર ફાઉન્ડેશન છેલ્લા ૧૪ વર્ષથી “ધર્મજ ડે” ઉજવણી દ્વારા વિશ્વ ફલક ઉપર વસતા ધર્મજીયનોને વર્ષે એક વખત વતનમાં આવવાનુ કારણ પુરૂ પાડે છે. જેથી જુની તથા નવી પેઢીનો ગામ સાથે નાતો જળવાઇ રહે છે.
તે જ રીતે અવિચલ હેરીટેજ ફાઉન્ડેશન દ્વારા આપણા પરંપરાગત મકાનોની અસલીયત જાળવી દુનિયાભરના લોકોને “હેરીટેજ હોમ સ્ટે” ના નવા જ અભિગમ સાથે ધર્મજ ખાતે દુનિયાભરમાંથી પ્રવાસીઓ રહેવા આવે તેવી વ્યવસ્થા ઉભી કરવાની કલ્પના છે. આ પ્રકારના રોકાણોનુ વળતર હાલની પેઢીને આર્થિક રીતે મળશે તેના કરતા અનેક ઘણુ વધારે આવનારી પેઢીને પોતાના વારસાની જાળવણી સ્વરૂપે મળશે. આજની પેઢીએ વડવાઓ દ્વારા મળેલ સંસ્કાર અને સંસ્કૃતિના અમુલ્ય વારસાનુ જતન કરી આવનારી પેઢીને આપવાની ફરજ પણ નિભાવવાની છે.
ઉપરોક્ત ત્રણ પ્રકારના રોકાણો પૈકી પહેલાં બે પ્રચલિત છે. ધર્મજીયનોએ પોતાના બુધ્ધિબળ, સુઝ બુઝ અને સાહસિકતાના આધારે અર્થોપાર્જન કરી દામ સાથે નામ પણ કમાયા છે. તેની સાથે ઉમદા વતનપરસ્તી દાખવી ગામમાં અનેક સેવાકીય પ્રકલ્પો ઉભા કરી આપ્યા છે. જેની યાદી તો ઘણી લાંબી થાય તેમ છે. તેમ છતાં ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો આજથી ૧૦૦ વર્ષ પહેલા ગામમાં હાઇસ્કુલ અને ત્યાર પછી વ્યામ મંદિર અને વાંચનાલય અને ૪૨ વર્ષ પહેલાં અંગ્રેજી માધ્યમની શાળા વગેરે જમાના કરતા ઘણા વહેલા હતા. વધુમાં આ બધી સગવડો ગામના તમામ લોકો માટે ઉપલબ્ધ છે. તે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. આજે આ સંસ્થાના વિદ્યાર્થીઓ દુનિયામાં ડંકો વગાડે છે. તે જ રીતે “ધર્મજ ડે”ના માધ્યમથી દર વર્ષે ધર્મજીયનો એક બીજાને મળે તો છે જ પણ સાથે “ધર્મજ રત્ન” અને “ધર્મજ ગૌરવ” એવોર્ડથી સન્માનિત મહાનુભાવોમાં ડૉ એચ. એમ. પટેલથી લઇ વિવિધ ક્ષેત્રોની અનેક પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો પરિચય પણ ગામને થાય છે. ત્યારે હવે ત્રીજા પ્રકારના રોકાણ માટે સૌ સાથે મળીને આજથી જ વિચારીએ તે જરૂરી છે. ગઇ પેઢી અને આવનારી પેઢી વચ્ચે સેતુ બની આપણા સાંસ્કૃતિક વારસાને જાળવવાની જવાબદારી આપણા સૌની છે. અવિચલ હેરીટેજ ફાઉન્ડેશન દ્વારા તે દિશામાં ડગ માંડ્યા છે. આપના પ્રશ્નો અને સુચનો info@avichal.org ઉપર મોકલી સહકાર આપવા વિનંતી.
રાજેશ પટેલ – ધરોહર ફાઉન્ડેશન, ધર્મજ
Ph. No. + 91 9426500757
Email: rajesh.patel@mydharmaj.com