Traditions of Shravan
શ્રાવણની પરંપરાઓ
Issue:- 7, Year:-1
Thursday, Shravan Sud Agiyaras (Putrada or Pavitra Ekadashi), Vikram Samvat 2076
Date:- 30th July 2020
Dear Dharmajians,
Praying for your good health in the month of Shravan.
The traditions of the auspicious month of Shravan still exist today in our village and other towns. The situation is different this year due to the Corona epidemic. Usually, the three Mahadev temples in our village, namely Dharmeshwar, Bhootnath and Vaidhnath mandirs respectively, will have the offering of the “billi patra” (Bael leaf) and varied kinds of worshipping go on during this month. Every Monday during Shravan, devotees flock the Mahadev temples for darshan. Much importance has been given in our scriptures on worshipping Bholenath Shivji, especially in this month. Thus, Shravan can also be called the month of Lord Shiva. It is believed that the good deeds and worship performed in this month yields the best results and there is great importance of fasting during this month. Additionally, the monsoon period is at its peak in this month. If scientifically thought upon, evidence suggests our digestive powers are slow during monsoon and so it is advisable to eat light food and less in quantity.
It is written in our scriptures “Utsav Priya: Khalu Manushya” meaning “every human being loves festivities”. A common man at times gets bored with his routine life. In modern times, it is said that life has become very boring and monotonous hence one needs a little break. Medical and psychology experts today agree with this theory. An arrangement on how to tackle the stress arising out of this monotonous lifestyle has existed in our society for ages. Periodically, various festivals have been woven into our society celebrations, which not only strengthen the spirit of unity, but also helps in rejuvenating everyone. Thus, a person gets back to his routine life with zest and energy.
These festivals come year-round in our lives from one Diwali to the next at regular intervals. Each festival has its own purpose and importance. Yet the holy month of Shravan holds a special place of importance in our scriptures. It is called the month of devotion. The main festival for Hindus is Diwali, which comes in the month of “Aaso”. Thereafter, the most number of festivals occur in the month of Shravan including Raksha Bandhan, “Naag Panchami”, “Raadhan Chatt”, “Shitada Saatam”, Janmashtami, Pavitra Agiyaras, etc. Coincidentally, our Independence Day, which is 15th August, usually falls in this month. As it goes, India got its Independence in 1947 in the month of Shravan.
It is so heartening that our new generation also celebrates these festivals with great enthusiasm. With changing times, the form of celebrations may have undergone some changes, but the traditions and spirit of celebration has remained intact, thus preserving our culture. Raksha Bandhan and Krishna Janmashtami are celebrated in a unique way in the month of Shravan.
Raksha Bandhan is the symbol of love between a brother and a sister. On that day, a sister reaches her brother’s home in the morning with “kanku” (kumkum), rice, sweets and a “rakhdi”. While tying the rakhi on her brother’s wrist, she prays for the wellbeing of her brother and that he be protected from all evil. With changing times, the geographical distances between them has widened, yet the love between them has not ebbed. The sister’s rakhi now reaches her brother through mail or courier to protect him, defying the high tides of the seven seas. Hence this tradition lives on for generations to come.
Janmashtami means the birthday of Jagadguru Lord Shree Krishna. Bhajan kirtans go on till midnight in the temples of all villages and at exactly the stroke of midnight (12am), aarti is performed with chants of “Hathi godha palki, Jai Kanaiyalalki” and the whole atmosphere fills up with ecstasy. Young children create huts in their “fariya” or respective area and decorate them beautifully with a cradle holding “Lala” (Baby Lord Krishna), which they swing to care for him. Youngsters arrange “Matki fod” competitions thus providing a platform to showcase their valor and adventurous spirit.
Traditional fairs are also organized on a big scale during this month by which people find business opportunities while providing recreation as well. In this way, Hindu traditions with these periodical festivals fuel enthusiasm in people and cures their mental stress arising out of their run of the mill life. To that end, in this holy month of Shravan, lets pray to the God of Gods – Bholenath, to save our world from the clutches of corona at the earliest. You all, whether in or outside of Dharmaj, must be celebrating the different festivals of Shravan. Kindly share pictures of your celebrations and/or memories on info@avichal.org or via our social media channels on facebook or Instagram (@avichalheritagefoundation).
Rajesh Patel
Dharohar Foundation
Ph. No. + 91 9426500757
Email: rajesh.patel@mydharmaj.com
Translation Credit from Gujarati to English: Milan Rambhai Patel (Dharmaj), Vallabh Vidyanagar
Photo credits: Cover – www.fourseven.com, Slides: Jayesh Patel (Dharmaj), www.fourseven.com, Rajesh Patel
અંક – ૭ વર્ષ – ૧
ગુરૂવાર શ્વાવણ સુદ એકાદશી સંવત ૨૦૭૬ (પુત્રદા એકાદશી – પવિત્રા અગિયારસ)
તા. ૩૦મી જુલાઈ ૨૦૨૦
પ્રિય ધર્મજીયનો,
પવિત્ર શ્રાવણ માસમાં આપા સૌના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના.
શ્રાવણ માસની પરંપરાઓ કંઇક અંશે આપણા ગામના શિવાલયોમાં આજે પણ જોવા મળે છે. કોરોના મહામારી છે તેથી આ વર્ષે પરિસ્થિતિ જુદી છે. અન્યથા ગામના ત્રણ મહાદેવ ધર્મેશ્વર, ભુતનાથ અને વૈધનાથ, એ તમામ સ્થાનકોમાં શીવલીંગ ઉપર બીલીપત્રો ચઢાવી જુદી જુદી પુજા – અર્ચના આખો મહિનો ચાલતી રહે છે. તેમાં પણ શ્રાવણ માસના દરેક સોમવારે મહાદેવજીના સ્થાનકે ભક્તોની ભીડ ઉમટી પડે છે. આ માસમાં ભોળાનાથ શીવજીની આરાધનાનુ ઘણુ મહત્વ આપણા શાસ્ત્રોમાં વર્ણવાયેલુ છે. તે રીતે જોતા શ્રાવણને ભક્તિનો માસ પણ કહી શકાય. એમ માનવામાં આવે છે કે શ્રાવણમાં કરેલ પુણ્યકાર્યો અને ભક્તિનુ સૌથી શ્રેષ્ઠ ફળ મળે છે. વધુમાં આ માસમા ઉપવાસનુ પણ મહત્વ છે. આ માસમાં ચોમાસાની ઋતુ બરાબર જામી હોય છે. તેથી વિજ્ઞાનની રીતે વિચારીએ તો પણ આપણો જઠરાગ્નિ મંદ પડેલ હોય છે. તેથી ઓછો અને હળવો ખોરાક લેવો હિતાવહ છે.
આપણા શાસ્ત્રોમાં કહેવાયુ છે કે “ઉત્સવ પ્રિય: ખલુ મનુષ્યા” અર્થાત દરેક મનુષયને ઉત્સવો પ્રિય હોય છે. સામાન્ય માનવી રોજબરોજની એક્ધારી જીદંગીથી ક્યારેક કંટાળી જાય છે. ત્યારે આધુનિક જમાનામાં એમ કહેવાય છે કે જીવન એકવિધ બની ગયુ છે તેથી થોડા વિરામની જરૂર છે. આજનુ તબીબી અને મનોવિજ્ઞાન પણ આ વાતને અનુમોદન આપે છે. આવા એક્ધારા જીવનમાંથી તણાવ દૂર કરવાની વ્યવસ્થા આપણે ત્યાં પરાપુર્વેથી લોકજીવનમાં વણાયેલી છે. આપણી સામાજિક વ્યવસ્થામાં સમયાંતરે તહેવારો અને ઉત્સવોની ગુંથણી કરેલી છે. જેની ઉજવણી દ્વારા પરસ્પર એકતાનો ભાવ તો કાયમ રહે જ છે પરંતુ સાથે સાથે દરેક વ્યક્તિમાં નવચેતનાનો સંચાર થાય છે. જેથી ઉત્સવની ઉજવણી પછી વ્યક્તિ એક નવા જ ઉત્સાહ, ઉંમગ અને ઉર્જા સાથે ફરી એક વખત રોજબરોજના કામમાં લાગી જાય છે.
આપણા જીવનમાં આ ઉત્સવો બારમાસી છે. એક દિવાળીથી બીજી દિવાળી સુધીમાં થોડા થોડા દિવસના અંતરે તે આવતા જ રહે છે. જે દરેકની પોતાની વિશેષતા છે. તેથી એમ કહી શકાય કે દરેક તહેવારો પોતાની રીતે મહત્વના છે. તેમ છતાં આપણા શાસ્ત્રોમાં પવિત્ર શ્રાવણ માસનુ અદકેરૂ મહત્વ છે. આ માસને ભક્તિનો માસ કહ્યો છે. હિન્દુઓના મુખ્ય તહેવાર દિવાળીનો માસ એટલે કે આસો માસ પછી કદાચ સૌથી વધારે તહેવારો શ્રાવણ માસમાં આવે છે. જેમ કે નાગ પંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, આજનો દિવસ એટલે કે પવિત્ર અગિયારસ, રક્ષા બંધન, જન્માષ્ટમી, પારણાં વગેરે. જોગાનુજોગ આપણા દેશનો સ્વાતંત્ર્યતા દિવસ ૧૫મી ઑગષ્ટ પણ મોટા ભાગે આ માસમાં જ આવે છે. આમ પણ આ દેશને સને ૧૯૪૭માં શ્રાવણ માસમાં જ આઝાદી મળી હતી.
આનંદની વાત છે કે આપણી નવી પેઢી પણ આ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરે છે. સમય સંજોગો પ્રમાણે ક્યાંક ઉજવણીના સ્વરૂપો બદલાયા હશે પણ ઉજવણીની પરંપરા જળવાઇ રહી છે. જે આપણી સંસ્કૃતિનુ જમા પાસુ છે. શ્રાવણના તહેવારોમાં રક્ષાબંધન અને કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી વિશેષ રીતે થાય છે. રક્ષાબંધન એટલે ભાઇ – બહેનના પ્રેમનુ પ્રતિક. તે દિવસે બહેન સવારે જ કંકુ, ચોખા, મીઠાઇ અને રાખડી એક થાળીમાં લઇ ભાઇના ઘરે પહોંચી જાય છે. ભાઇના જમણા હાથે રાખડી બાંધી તમામ અનિષ્ટોથી ભાઇની રક્ષા થાય તેવી મંગલ કામના કરે છે. હવે બદલાયેલા સમયમાં ઘણા પરિવારોમાં ભાઇ અને બહેન વચ્ચેનુ ભૌગોલિક અંતર વધ્યુ છે. તેમ છતાં પરસ્પર સ્નેહમાં ક્યાંય ઓટ આવી નથી. તેથી બહેનની રાખડી ટપાલ કે કુરીયર દ્વારા સાત સમંદરની ભરતીને પણ પાર કરીને ભાઇની રક્ષા કરવા પહોંચી જાય છે. જેના કારણે નવી પેઢીમાં પણ આ પરંપરા ચાલુ રહેશે તેવો વિશ્વાસ દ્રઢ થયો છે.
જન્માષ્ટમી એટલે જગદગુરૂ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દિવસ. ગામે ગામ મંદિરોમાં રાત્રે 12 વાગ્યા સુધી ભજન – કીર્તનની રમઝટ જામે. રાત્રે બરાબર બારના ટકોરે “હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી”ના નાદ સાથે આરતી થાય. ત્યારે વાતાવરણ સાચે જ ભાવવિભોર બની જાય. આ દિવસે કુમારાવસ્થાના બાળકો ફળીયે ફળીયે ઝુંપડીઓ બનાવી તેમાં સજાવટ કરી લાલાને પારણે ઝુલાવે છે. યુવાનો મટકી ફોડ સ્પર્ધાના આયોજન દ્વારા સાહસ અને શૌર્ય દેખવવાની તક પુરી પાડે.
આ માસમાં પરંપરાગત લોક્મેળાઓનુ આયોજન પણ મોટા પાયે થાય છે. જેના માધ્યમથી ધંધા – વેપારના વિકાસ સાથે લોકોને મનોરંજન પણ મળી રહી છે. આમ હિન્દુ સંસ્કૃતિમાં સમયાંતરે આવતા તહેવારો માનવીના જીવનમાં ઉત્સાહનુ ઇંજન પુરવા સાથે એક્ધારી જીદંગીના માનસિક તાણને દુર કરવાની દવા જેવા પુરવાર થાય છે. અંતમાં આ પવિત્ર શ્રાવણ માસમાં દેવોના દેવ ભોળાનાથને પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વને કોરોનાની ચુંગલમાંથી વહેલી તકે છોડાવે. આપ સૌ પણ ધર્મજમાં કે ધર્મજ બહાર રહીને પણ શ્રાવણના વિવિધ તહેવારો જુદા જુદા સ્વરૂપે ઉજવતા જ હશો. તે અંગે આપના સંસ્મરણો અને તસ્વીરો અમોને info@avichal.org પર ઇમેઇલ કરવા વિનંતી.
રાજેશ પટેલ – ધરોહર ફાઉન્ડેશન, ધર્મજ
Ph. No. + 91 9426500757
Email: rajesh.patel@mydharmaj.com