Global Dharmaj
વૈશ્વિક ધર્મજ…

Issue:-2 Year:-1

Monday, Vaishakh Vad Agiyaras Vikram Samvat 2076

Date:- 18th May 2020

Dear Dharmajians,

Namaste

Today I want talk about foreign migrations of the natives of Dharmaj. Dharmaj has been referred to as the Global Village. 

If Dharmaj, a small village of Charotar, which previously used to be a part of Kheda district and now falls into Anand District has got recognition in the world, then it is due to its people who have settled all around the world. This recognition was not an overnight phenomenon. The struggle and hard work of its generations through decades made it possible. There were times when it was exceedingly difficult to leave one owns town and settle elsewhere. This was true in 1895 when Dharmaj was not as affluent as one sees today. Just like any other village, it too had dusty roads and lacked in basic infrastructure like the taps and gutter lines. In such times, few adventurous residents thought of migrating to other countries, which was quite ahead of their times. Various reasons are responsible for migration in life. For example, higher education, wealth creation, the spirit of adventure and the curiosity of discovering the unknown. The reasons could vary according to individual situations in one’s life, but the main reason to migrate in 1895 could have been the economic condition. It was the time when the British Rule was at its pinnacle and they ruled over many countries, including India and the African countries.  Collectively these countries were known as British colonies and this combination made the migration between them possible. During these times, Dharmaj fell under the Gaekwad Raj of the State of Baroda. The Gaekwad rulers supported the migration process of the people of Dharmaj and adjoining villages. 

Migration in those days was not easy. We hear that people had travelled in simple raft ships from the docks of Khambhat and later started sailing by steamers. The railways and the steamers were both under British administration. Tickets to Kenya, specifically the Mombasa docks, were issued from Anand Railway Station, where in one travelled to Mumbai by rail and from there to Mombasa by steamer on a common ticket. From Mombasa, people then went on to other parts of Kenya or other African countries. As heard from elders, there were instances where people travelled on foot from Mombasa to Nairobi, 500km, through the dense jungle. They used to walk throughout the night and rest in a village, if found, by nightfall or else sleep on the treetops to save themselves from the wild animals which inhabited the forests. The journey from Mumbai to Mombasa was at least 10 days and thus they carried along with them famous Gujarati snacks in case food was unavailable. Once settled in Africa, the young men used to come home to marry. A permit was required to take the bride. To reduce the wait period, our people used to take out a blank permit while coming to India and later add the brides name in the blank space and take the bride along with them. It was jokingly called “permitya lagan”. 

From 1895-1969, the flow of migration was mostly towards the African countries like Kenya, Uganda, Tanzania, South Africa and Rhodesia (now Zimbabwe). Many went to England for higher studies. Many people migrated to Fiji Islands too. In 1972, many Asians from Uganda diverted to England due to their expulsion by dictatorial and oppressive ruler Idi Amin. From 1970 onwards, our people started settling in America and later in Canada, Australia, New Zealand and other foreign countries. This flow of migration continues till date. We shall talk further about these migrations, information regarding our people settled in different countries, their contribution to our village, etc. in future articles, where in which we wish to add your views, inputs and rare photographs, so kindly send them to us at info@avichal.org or submit via this link . Let us begin to trace our roots. Looking forward.


Rajesh Patel
Dharohar Foundation
Ph. No. + 91 9426500757
Email: rajesh.patel@mydharmaj.com

અંક – ૨  વર્ષ – ૧

સોમવાર વૈશાખ વદ એકાદશી સંવત ૨૦૭૬

તા. ૧૮.૦૫.૨૦૨૦

પ્રિય ધર્મજીયનો,

વૈશ્વિક ગામ તરીકે ઓળખાતા ધર્મજના વિદેશાગમનની વાતો આજથી શરૂ કરવી છે. ચરોતર પ્રદેશના તત્કાલીન ખેડા અને હાલના આણંદ જીલ્લાના એક નાના ગામને વિશ્વમાં ઓળખ મળી હોય તો તેની પાછળ છે દુનિયાભરમાં સ્થાયી થયેલા ધર્મજીયનો. આ ઓળખ રાતોરાત મળી નથી. તેમાં સદીનો સંઘર્ષ અને પેઢીઓની મહેનત તથા વતન પરસ્તી પણ ભળેલી છે. એક જમાનો હતો કે જ્યારે વતન છોડીને અન્યત્ર સ્થાયી થવુ તે ખુબ અઘરૂ કામ હતુ. આ વાત છે સને ૧૮૯૫ના વર્ષની કે જ્યારે ધર્મજ આજે દેખાય છે તેટલુ સમૃધ્ધ ન હતુ. અન્ય તમામ ગામોમાં હોય છે તેવા ધુળીયા રસ્તા અને નળ-ગટર જેવી પાયાની સુવિધાઓનો અભાવ હતો. આવા સમયે ગામના કેટલાક સાહસિક લોકોને અન્ય દેશોમાં સ્થળાંતર કરવાનો વિચાર આવ્યો. જે જમાના કરતાં ઘણો વહેલો હતો.

માનવીના જીવનમાં સ્થળાંતર અનેક કારણોસર આવતુ હોય છે. જેમ કે અર્થોપાર્જન, વધુ અભ્યાસ, સાહસ અને નવુ નવુ જોવા તથા જાણવાની જીજ્ઞાસા. દરેક વ્યક્તિના સમય અને સંજોગો મુજબ આ કારણો જુદા જુદા હોઇ શકે છે. ધર્મજીયનો માટે વર્ષ ૧૮૯૫માં ગામ છોડીને વિદેશમાં વસવાનો વિચાર તે સમયની આર્થિક સ્થિતિ પણ હોઇ શકે છે. ત્યારે બ્રીટીશ રાજ્યનો સુરજ મધ્યાહને તપતો હતો. વિશ્વના ઘણા દેશો ઉપર તેમનુ શાસન ચાલતુ હતુ. તેમાં ભારત અને આફ્રીકાના દેશોનો પણ સમાવેશ થતો હતો. આ બધા દેશો બ્રીટીશ કોલોની ગણાતા. તેથી તે દેશો પૈકી અંદર અંદર સ્થળાતંર શક્ય બનેલ. તે સમયે ધર્મજ ગામ વડોદરા રાજ્યના ગાયકવાડી તાબાનુ ગામ હતુ. ત્યારે ધર્મજ તથા આસપાસના અન્ય ગામોમાંથી આફ્રીકા સ્થળાંતર કરવા માટે તત્કાલીન ગાયક્વાડ શાસકોએ પણ સહકાર આપેલ. તેની વિગતો આવનારા અંકોમાં આવશે.

તે સમયે સ્થળાંતર કરવુ ખુબ અઘરૂ હતુ. શરૂઆતના વર્ષોમાં ખંભાત બંદરેથી શઢવાળા વહાણમાં બેસીને લોકો પરદેશ ગયા હતા તેવી વાતો જાણવા મળે છે. ત્યાર બાદ મુંબઇથી સ્ટીમર મારફતે જતા થયેલા. ત્યારે રેલ્વે અને સ્ટીમર બધુ બ્રીટીશરો હસ્તક હતું, તેથી આણંદ રેલ્વે સ્ટેશનેથી જ કેન્યાના મોમ્બાસા બંદર સુધીની ટીકીટ મળતી. જે અંતર્ગત આણંદથી મુંબઇ રેલ્વે દ્વારા અને મુંબઇથી મોમ્બાસા સ્ટીમર દ્વારા એક જ ટીકીટ ઉપર જવાતુ. મોમ્બાસાથી કેન્યાના નૈરોબી તથા અન્ય આફ્રીકન દેશોમાં લોકો જતા. વડીલોના મુખેથી સાંભળેલી વાતો મુજબ ત્યારે મોબ્માસાથી નૈરોબી સુધીનુ ૫૦૦ કી. મી. અંતર પગે ચાલીને કાપનારા લોકો પણ હતા. ત્યારે જંગલો પણ ગાઢ હતા. દિવસભર ચાલવાનુ અને રાત્રે ગામડુ મળે તો ત્યાં અથવા ઝાડ ઉપર સુઇ જવાનુ. જંગલી પ્રાણીઓનો ડર ચોવીસ કલાક માટે રહેતો. મુંબઇથી મોમ્બાસા સ્ટીમર દ્વારા જવામાં પણ દિવસો લાગી જતા. તેથી યાત્રાના દિવસો દરમ્યાન રસ્તામાં કંઇ ખાવાનુ ના મળે તો ખાવા માટે સુકા નાસ્તા પણ સાથે જ રાખવાના. આફ્રીકામાં સ્થાયી થાય પછી યુવાનો લગ્ન માટે દેશમાં આવતા. ત્યારે પત્નીને સાથે લઇ જવા માટે મેરેજ સર્ટીફીકેટ બતાવી પરમીટ મેળવવાની રહેતી. આપણા લોકોએ તેનો પણ રસ્તો શોધી કાઢેલ. લગ્ન માટે આવતી વેળાએ થનાર પત્ની માટે કોરી પરમીટની વ્યવસ્થા કરીને આવતા. તેથી લગ્ન જે છોકરી સાથે થાય તેનુ નામ પરમીટમાં ભરીને સાથે જ આફ્રીકા લઇ જતા. લોકો મજાકમાં તેને પરમીટીયા લગ્ન કહેતા.

સને ૧૮૯૫ થી ૧૯૬૯ સુધી ધર્મજીયનોનો પ્રવાહ વધુ પડતો આફ્રીકન દેશો જેવા કે કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનીયા, રોડેશીયા (હાલ ઝીમબાબવે) તરફ રહ્યો. કેટલાક ઉચ્ચ અભ્યાસ અર્થે ઇગ્લેન્ડ ગયા. અન્ય દેશોમાં ફીજી ખાતે પણ મોટી સંખ્યામાં આપણા લોકો ગયા હતા. સને ૧૯૬૯માં યુગાન્ડાના તાનાશાહ ઇદી અમીનના કારણે લોકો ઇગ્લેન્ડ તરફ વર્યા. સિત્તેરના દાયકાથી અમેરિકા અને ત્યાર પછી કેનેડા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ તથા અન્ય દેશોમાં પણ સ્થાયી થયેલ છે. સ્થળાંતરનો આ પ્રવાહ આજે પણ ચાલુ જ છે. આવનારા કેટલાક અંકોમાં સ્થળાંતર, વિવિધ દેશોમાં વસતા આપણા ગામવાસીઓની માહિતી તથા ગામમાં તેમના યોગદાનની વિશે વાત કરીશું. જેમાં આપ સૌના વિચારો અને દુર્લભ તસ્વીરો પણ જોડવાનો વિચાર છે. જે મોકલવા વિનંતી.

રાજેશ પટેલ – ધરોહર ફાઉન્ડેશન, ધર્મજ

Ph. No. + 91 9426500757

Email: rajesh.patel@mydharmaj.com

If you wish to share a story about your life at Dharmaj, click the button below to begin a conversation.
SHARE YOUR STORY

Our Warriors
આપણા યોધ્ધાઓ

[vc_row content_placement="top"][vc_column width="1/2"][vc_tta_tabs shape="square" color="peacoc" active_section="1"][vc_tta_section title="English" tab_id="1588434264277-af86fd49-60a4"][vc_column_text]Issue:- 8, Year:-1...

Traditions of Shravan
શ્રાવણની પરંપરાઓ

[vc_row content_placement="top"][vc_column width="1/2"][vc_tta_tabs shape="square" color="peacoc" active_section="1"][vc_tta_section title="English" tab_id="1588434264277-af86fd49-60a4"][vc_column_text]Issue:- 7, Year:-1...